- રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજોનો સમાવે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા હવે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં હવે જૂજ દિવસો બાકી રહ્યા છે અને બંને તબક્કા માટે હવે ઉમેદવારી પાત્રો ભરવાનું પણ કાર્ય પૂર્ણતાની આરે છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, કમલનાથ, અશોક ચૌહાણ, રઘુ શર્મા, સચિન પાયલોટ સહિતના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ દિગ્ગજો વિવિધ વિસ્તારોમાં સભા ગજાવશે
