Home News Update ગુજરાત એટીએસની સરાહનીય કામગીરી : આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલાને...

ગુજરાત એટીએસની સરાહનીય કામગીરી : આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલાને સુરતમાંથી ઝડપી.

0

Published By : Disha PJB

આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. આ પેહલા ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાય હતી.અને પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો.જેને લઈને ગુજરાત એટીએસની ટીમ સુરત આવી પોહચો હતી અને
સુમેરા મલેકના નિવાસ સ્થાને પોહચી હતી.સુમેરાની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. 3 વાગ્યે પોલીસ સુમેરાને લઈને ગઈ હતી. ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાંથી આ વિગત સામે આવી હતી. અઢી વર્ષ પહેલાં એના છૂટાછેડા થઈ ગયા હતા. પછી તે પોતાના પરિવાર સાથે સુરત સ્થાયી થઈ હતી.તેમની પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલ આ મામલે ગુજરાત એટીએસ વધુ તપાસ કરી રહી છે.

સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ચારેય આતંકીઓ ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ શખ્શોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાઠગાંઠ હોવાનું ખૂલ્યું છે. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો ગઈકાલે જ પોરબંદર પહોંચ્યો હતો. પોરબંદર પહોંચીને ગુજરાત એટીએસએ કાલે જ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

આ બાબતે ગુજરાત પોલીસના ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોંફ્રન્સ કરી માહિત આપી હતી કે, પ્રતિબંધિક આતંકી સંગઠન આઈએસકેપીના જોડાયેલા આતંકીઓ ભારતમાંથી ગુજરાત બોર્ડરથી ભાગવાની ફિરાકમાં છે. ઈનપુટ મળ્યા બાદ ઑપરેશન પ્લાન કરાયું હતું. મહિલા પાસેથી ચાર મોબાઈલ સહિત અન્ય ડિજિટલ ડિવાઈસ કબ્જે કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓનું પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું છે. તમામ પકડાયેલા આરોપીઓ ગુજરાતની માહિતી ISIS સુધી પહોંચાડતા હતા. ગુજરાત ઉપરાંત દિલ્હી અને કાશ્મીરમાં પણ તપાસ હાથ ધરાવામાં આવી રહી છે. ISISના મોડ્યુલ પર આ સંગંઠન કામ કરતું હતું. આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને કટ્ટર બનાવવાનું કામ કરતા હતા.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version