Published by : Rana Kajal
ગુજરાત પોલીસ દારૂબંધીના કાયદા હેઠળ મહારાષ્ટ્રના વાઇન શોપના માલિકોને ફસાવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહયો છે. સાથેજ આ બાબતે હાઇકોર્ટે માં રિટેલ લીકર વેન્ડર્સ વતી પ્રેસિડેન્ટ અરવિંદ મિસ્કિંન દ્વારા વકીલ ધ્રુવીન મેહતા મારફત કોર્ટમા કાયૅવાહી કરવામાં આવી છે.. આ અંગે વધુ વિગતે જોતા મુંબઇ, થાણે, પાલઘર, અને અન્ય જિલ્લા માન્ય લીકર શોપના માલિકો દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં રજુઆત કરવામા આવી કે ગુજરાત રાજ્ય માં ગેરકાયદેસર દારૂના પરિવહન અંગે પકડાયેલા લોકોના નિવેદનના આધારે લાયસન્સ ધરાવતા વાઇન શોપ સામે પણ કાર્યવાહી કરવામા આવે છે. જેથી વાઇન શોપ ના માલિકે તમામ કાનુની પક્રિયા માથી પસાર થવું પડે છે જે યોગ્ય નથી.આ બાબતે હાલ કાનુની કાર્યવાહી કરવામા આવી રહી છે