Published by : Rana Kajal
ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી. જે અંતર્ગત માઇગ્રેશન સર્ટિફિકેટ થી લઈને ડિગ્રી સર્ટિફિકેટના વેરિફિકેશન ફીમાં રાહત આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના દ્વારા યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ વેરિફિકેશન ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે વેરિફિકેશન ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં લીધો છે. જે અંતર્ગત માઈગ્રેન સર્ટિફિકેટનો દર 452 રૂપિયાથી ઘટાડીને 295 રૂપિયા કરવામાં આવ્યો છે. ત્યાં જ માર્કશીટ વેરિફિકેશનનો દર 109 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીને પ્રોવિઝન સર્ટિફિકેટનો દર 436 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવામાં આવ્યો છે અને ડિગ્રી વેરિફિકેશન દર 377 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા કરવામાં આવ્યો છે.