Published by : Rana Kajal
- લઘુ અને મધ્યમ ઉધોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત દેશમાં છેલ્લા નંબરે… કોંગ્રેસના સીધા આક્ષેપ…
મહિલાઓ અંગેની વિવિઘ યોજનાઓ અંગે હંમેશા સફળતાનો દાવો ગુજરાત સરકાર કરતી રહી છે. ત્યારે કોંગ્રેસે સીધો આક્ષેપ કર્યો હતો કે લઘુ અને મઘ્યમ ઉધોગ માં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત દેશમાં સાવ છેલ્લાં નંબરે છે . મહિલા વિકાસ અને સ્ત્રી સશકિતકરણની ગુજરાત સરકારની વાતો સાવ બોગસ સાબિત થઈ છે. તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યાં છે . લઘુ અને મઘ્યમ ઉધોગો માં મહિલાઓની ભાગીદારીમાં દેશમાં આગળના સ્થાને મણિપુર, સિક્કીમ, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન જેવા રાજ્યોનો સમાવેશ થાય છે