Published By : Parul Patel
છ મહિનામાં માત્ર અમદાવાદના 10 લાખ યુવાનોએ કરી વિવિધ કંપનીઓમાં નોકરી માટે કરી અરજી…
ભારતની હાલની પરિસ્થિતિ જોતા ભારતનો આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો છે…
ભારતીય અર્થતંત્ર થયેલ સર્વે મુજબ વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહ્યું છે, પરંતુ આર્થિક વિકાસની સાથે રોજગારી સર્જન થતુ ન હોવાની ચિંતા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના આંક અનુસાર જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનું સ્તર 8.45 ટકા હતું. જે વધારે હોવાનુ જણાયુ છે.
આ વર્ષના જાન્યુઆરીથી જૂન વચ્ચે માત્ર અમદાવાદ શહેરમાં 10 લાખ જેટલા લોકોએ નોકરીઓ માટે અરજી કરી હતી.
હાલમાં દેશના ગ્રોથ એન્જીન તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા ગુજરાતના સૌથી મોટા અને વ્યાપાર ઉદ્યોગના મહત્વના કેન્દ્ર અમદાવાદમાં પણ નવા રોજગારની સ્થિતિ કથળેલી છે. એક ખાનગી કંપનીના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી જૂન વચ્ચે શહેરમાં 10 લાખ જેટલા લોકોએ નોકરીઓ માટે અરજી કરી છે. એટલે કે શહેરનો દર સાતમો કે આઠમો વ્યક્તિ નોકરી શોધી રહ્યો છે. અંદાજીત ચાર લાખ વ્યાપારી સંસ્થાનો અને ત્રણ કરોડ જેટલા નોઁધાયેલા નોકરી ઈચ્છુક ધરાવતી આ કંપનીના ડેટા અનુસાર કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં 10 લાખ લોકોએ નોકરી માટે અરજી કરી છે. આ એક કડવી વાસ્તવિકતા છે કે દેશે આર્થિક વિકાસ કર્યો હોવા છતાં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો છે…