- ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિધિસર વિદાય..
આ વર્ષે ગૂજરાત રાજ્યમાં ભરપૂર વરસેલા વરસાદ બાદ રવિવારે વિધિસર રીતે ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે. ખેડૂતો આ મોટો દિલાસો છે. હાલમાં રવી પાકની કાપણી ચાલતી હતી ત્યારે વરસાદ પડતાં ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. જોકે હવે દિવાળીમાં વરસાદ નહીં પડે.આ વખતે જૂનથી ઓક્ટોબર એમ ચાર મહિના મોન્સૂને મુકામ કર્યો અને છેલ્લા બાર વર્ષમાં સૌથી વધુ વરસાદની નોંધ આ વખતે રાજ્યમાં થઈ હતી.ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં થયેલો વરસાદ પણ સૌથી વધુ છે. મોન્સૂનની વાપસી થઈ ગઈ હોવા છતાં આગામી બે દિવસ વાતાવરણમાં સ્થાનિક ઘટકોને કારણે વરસાદના હલકા ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વર્તાવી છે. છેલ્લા 24 કલાકમાં કોંકણમાં એક-બે ઠેકાણે છોડતા રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની નોંધ થઈ નથી.રાજ્યમાં વાપસીના વરસાદે ભારે માઝા મૂકી હતી. આ વરસાદને કારણે ખેડૂતોની ખેતીમાં પાણી ઘૂસી ગયા હતા. આને કારણ ખેતરમાં પાકને મોટું નુકસાન થયું છે. આથી ખેડૂતો સંકટમાં આવી ગયા છે રાજ્યમાં છેલ્લા અનેક વર્ષથી સૌથી વધુ સક્રિય મોન્સૂન આ વખતે અનુભવવા મળ્યુ હતુ. દર વર્ષે સપ્ટેમ્બરના આખરમાં મોન્સૂન રાજ્યમાંથી બહાર જાય છે. આ વખતે પણ વિક્રમ તોડીને મોન્સૂન 23 ઓક્ટોબરે વિધિસર રીતે રાજ્યમાંથી બહાર નીકળ્યો છે . રાજ્યમાં હમણાં સુધી 123 ટકા વરસાદ પડ્યો છે. સરેરાશ 23 ટકા વધુ વરસાદ પડ્યો છે…