Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાત રાજ્યમાં હવે ભરશિયાળે માવઠાની આગાહી...

ગુજરાત રાજ્યમાં હવે ભરશિયાળે માવઠાની આગાહી…

Published by : Rana Kajal

ગુજરાત રાજયમાં કડકડતી ઠંડીના વાતાવરણ બાદ હવે હવામાન ખાતાની આગાહી મુજબ રાજયના જુદાજુદા વિસ્તારોમા માવઠું થઈ શકે છે. જેના કારણે ખેતીમાં નુક્શાન થવાની શક્યતા હોવાથી ખેડુતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે..

 રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે ઠંડીમાં આંશિક રાહત અનુભવાઇ છે. જોકે, આગામી બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ ફરી ઠંડી વધશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.

 તેમની  આગાહી અનુસાર, 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે.  જ્યારે તા. 25થી 27 જાન્યુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન ઘટશે.  ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. ,ઠંડી સાથે માવઠાનો પણ માર પડશે. 3 દિવસ બાદ માવઠું થઇ શકે છે. તા.23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી  કરવામાં આવી છે. આમ, કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે.

અત્રે નોંધવું રહ્યું કે  બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળતી હોય છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!