Published by : Rana Kajal
- બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની મીટિંગમાં નિર્ણય લેવાયો…
ગુજરાત વિદ્યાપીઠની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદ સાદરા, રાંધેજા કેમ્પસને ઍક કરવામાં આવશે…. હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદના મુખ્ય કેમ્પસમાં, સાદરામાં અને રાંધેજા એમ ત્રણ કેમ્પસમાં ચાલતા અભ્યાસના કામકાજ ચાલી રહ્યા છે. આ ત્રણે કેમ્પસને એક કરવા નિર્ણય લેવામાં છે. હાલમાં ત્રણ કેમ્પસ મળી કુલ 19 ડિપાર્ટમેન્ટ છે અને કુલ 8 ફેકલ્ટી છે આ સાથે મિટિંગમાં લેવાયેલ અન્ય નિર્ણયની વિગત જોતા યુજી, પીજી, અને પીએચડી સહીતના તમામ કોર્સની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો સરેરાશ 10 ટકા જેટલો છે આ ઉપરાંત રજીસ્ટ્રેશન ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.