ગુજરાત વિધાનસભાની ચુંટણી આવનાર તા ૧ ડિસેમ્બર અને તા ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂટણીના દિવસો દરમિયાન ગુજરાત રાજયના જુદા જુદા શહેરોમાં ૩૫ હજાર કરતા વધુ લગ્ન પ્રંસગો યોજાયા છે. જેની અસર ચુંટણી પર પડે તેવી સંભાવના જણાઈ રહી છે. મતદાનના દિવસો ઉપરાંત તા ૧ ડિસેમ્બર અને તા ૫ ડિસેમ્બરના મતદાન દિવસોની આજુબાજુના દિવસો દરમિયાન પણ લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા જાનૈયા અને અન્યો મુસાફરીમાં હોય તેવી પણ શક્યતા છે. જેથી પણ મતદાન ઓછું થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના દિવસોમાં અ.. ધ.. ધ.. લગ્ન પ્રસંગોનુ આયોજન….
RELATED ARTICLES