Published By : Aarti Machhi
ગુજરાત સરકારે રીક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે. દિવાળી ટાણે ગુજરાતના રિક્ષા ચાલકો સરકારે દીવાળી ભેટ આપી છે ગૂજરાત સરકારે હવેથી CNG-પેટ્રોલ અને ઈ-રિક્ષા રાજ્યમાં ગમે ત્યાં ફરી શકશે તેવી જાહેરાત કરી છે.
અત્યાર સુધી રાજ્યમાં જે તે જિલ્લા પૂરતી જ પરમીટ આપવામા આવી હતી તેથી રિક્ષા ચાલકો રાજ્યમાં ગમે ત્યા ફરી શકશે.જોકે અમદાવાદ, સુરત સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત એક્સપ્રેસ-વે પર ડીઝલ રિક્ષાને મંજૂરી હજી મંજૂરી આપવામાં આવી નથી અત્રે નોંધવુ રહ્યું કે થ્રી વ્હીલર ઓટોરીક્ષાએ ટ્રાન્સપોર્ટ કેટેગરીનું પબ્લિક સર્વિસ વાહન છે. આ વાહનનો વપરાશ કરવા મોટર વ્હીકલ્સ એક્ટ, 1988ની કલમ-39 મુજબ નોંધણી કરવાની જરૂર રહે છે. તેમજ કલમ 66 મુજબ પરમીટ મેળવવાની જરૂર રહે છે. ઓટોરીક્ષાને પરમીટની શરતો અનુસાર જ વાપરવાની હોય છે. જોકે આ પરમીટની શરતો ચાર પ્રકારની હોય છે. જેમાં એક શરતની અંદર ઓટોરીક્ષાની પરમીટમાં વિસ્તાર તરીકે માર્ગ જે-તે જિલ્લો અથવા તો શહેર દર્શાવવામાં આવેલ છે. હવે રાજ્યમાં રિક્ષા ચાલકો કેટલાક વિસ્તારોને બાદ કરતાં ગમે ત્યા ફરી શકશે.