Published by : Rana Kajal
આ વર્ષે 7 હજાર જગ્યાઓ પર પોલીસ વિભાગમાં ભરતી કરાશે…. ગુજરાત રાજયમાં પોલીસ વિભાગમા મહેકમ અંગે સરકારની ટીકા થઈ રહી છે. સાથેજ સરકારે પણ સ્વીકાર્યું છે કે રાજ્યમાં હાલની સ્થિતિમાં પોલીસ વિભાગમા 21.3 ટકા જગ્યા ખાલી છે પરિણામે મહેકમની ઘટ પડી રહી છે… તેવામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પોલીસ વિભાગમાં હાલ 22હજાર જગ્યાઓ ખાલી છે જે પૈકી 7 હજાર જગ્યાઓ આ વર્ષે એટલેકે વર્ષ 2023 માં ભરવામાં આવશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલ સૌગંદનામામાં જણાવ્યુ છે કે ગુજરાતમાં કુલ 96194 પૈકી 22 હજાર જગ્યાઓ ખાલી છે. તે પૈકીની 7 હજાર જગ્યાઓ આ વર્ષે એટલેકે વર્ષ 2023 માં ભરવામાં આવશે