Published by : Rana Kajal
મન કી બાત કાર્યક્રમ અંગે કરી હતી ટિપ્પણી… સુરત મહાનગરપાલિકામાં એક પછી એક કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડીને જતાં રહ્યાં બાદ પણ આમ આદમી પાર્ટીની તકલીફો ઓછી થતી ન હોય તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સામે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. મન કી બાત અંગે ઇશુદાને કરેલ ટિપ્પણીના પગલે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે FIR નોંધાઈ છે. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે FIR નોંધી છે.મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે વિગતે જોતાં ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં રૂ. 8 કરોડ 3 લાખ નો ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આક્ષેપ છે. જોકે બે દિવસ અગાઉ કરેલું ટ્વિટ ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું હતું…