Published By : Parul Patel
- અંકલેશ્વર – રાજપીપળા પેસેન્જર ટ્રેનને 3 વર્ષ બાદ પણ શરૂ કરવાના કોઈ અણસાર નહિ
- ગુમાનદેવમાં ઉધોગો અને ઔધોગિક વસાહત માટે રેલવે બનાવશે ગુડ્ઝ શેડ
કોરોના કાળથી બંધ ઔધોગિક અંકલેશ્વર અને આદિવાસી રાજપીપળાને જોડતી રેલવે લાઈન બંધ છે, ત્યાં હવે ગુડ્ઝ ટ્રેન દોડાવવા રેલવેએ હિલચાલ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC ના ઉધોગો તેમજ ઉધોગપતિ સાથે રાજપારડી GMDC ની માંગ અને જરૂરિયાત સંતોષવા રેલવે વિભાગે ગુડ્ઝ ટ્રેન શરૂ કરવાની કામગીરી આરંભી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-5.22.01-PM-768x1024.jpeg)
પ્રસિદ્ધ ગુમાનદેવ રેલવે સ્ટેશન અંકલેશ્વર- રાજપીપળા રેલવે લાઈન પર ઝઘડિયા અને રાજપારડીના ઉધોગો માટે સેન્ટર હબ છે.
ગુમાનદેવ સ્ટેશન ખાતે રેલવે તંત્ર ગુડ્ઝ શેડ બનવવાનો પ્રોજેકટ અમલમાં મૂકી રહી છે. જેને લઈ ગુમાનદેવમાં માલ પરિવહન માટે યાર્ડ બનાવ્યા બાદ અહીંથી ગુડ્ઝ ટ્રેન દેશભરમાં દોડશે.
ઝઘડિયા GIDC અને રાજપારડી GMDC માંથી ગુમાનદેવ સ્ટેશનેથી ગુડ્ઝ ટ્રેન મારફતે સિલિકા, કોલસો, અન્ય ખનીજ, રસાયણો, ઉધોગોના માલ પરિવહનની શરૂઆત થશે. સાથે જ કેળાની પણ નિકાસ રેલ મારફતે કરવાનું આયોજન હાથ ધરાયુ છે.
જોકે અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે પેસેન્જર ટ્રેન સેવાને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતાનગર સુધી લંબાવવા હજી પણ અનિશ્ચિતતા રહેલી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-5.11.39-PM-1.jpeg)