Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchગુરૂએ કહેલી વાતની ગાંઠ બાંધી એવી મહેનત કરી કે ડો. લીના પાટીલ...

ગુરૂએ કહેલી વાતની ગાંઠ બાંધી એવી મહેનત કરી કે ડો. લીના પાટીલ IPS બની ગયા, જાણો ભરૂચના SP ની સક્સેસ સ્ટોરી..

  • માર્ચ મહિનો આવે ત્યારે જ ફીલ થાય કે હું લેડી ઓફિસર છું : DSP ડો. લીના પાટીલ
  • મહારાષ્ટ્રિય પરિવારના ભરૂચના પોલીસ વડા નાનપણથી જ હતા સ્કોલર
  • UPSC માં બે પ્રયત્ન નિષ્ફળ ગયા બાદ ગુરુએ કહ્યું હતું, શેર જ્યારે છલાંગ લગાવે તો બે કદમ પાછળ જાય

માર્ચ મહિનો આવે અને સિઝન શરૂ થાય ત્યારે ફિલ આવે કે હું એક લેડી ઓફિસર છું. આ શબ્દો છે, ભરૂચના જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના. PTC માં પ્રવેશ, બાદમાં 12 સાયન્સ કરી BAMS બની તબીબી સેવા અને નોકરી પછી કેવી રીતે બન્યા IPS. વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ નિમિતે જાણો ભરૂચ SP ની સકસેસ સ્ટોરી વિશે.

ડેસ્ટની આપણને ક્યાં લઈ જાય એ નક્કી નથી હોતું. વાત છે મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ભરૂચના SP ડો. લીના પાટીલની. 70 ના દશક પેહલા જિલ્લા પોલીસ વડાનું પરિવાર ગાંધીનગર શિફ્ટ થયું હતું.

માતા અને પિતા બન્ને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક હતા. ભરૂચ SP ને પારિવારિક એવું વાતાવરણ મળ્યું હતું કે તેઓને ક્યારેય ફિલ થયું જ ન હતું કે તેઓ ગર્લ ચાઈલ્ડ છે.

ધોરણ 10 માં ભરૂચ DSP ના 80 ટકાથી વધુ આવતા મહારાષ્ટ્રિય સબંધીઓએ PTC કરાવવાની જીદ પકડી અને કોબમાં એડમિશન પણ લેવાઈ ગયું.

જોકે આ IPS ઓફિસરની PTC કરવું ન હતું. તેઓ તે સમયે ખૂબ રડ્યા પણ હતા. પેરેન્ટ્સને તેઓને 12 SCIENCE કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આખરે ભરૂચ પોલીસ વડા ધોરણ 12 પ્રવાહમાં ફરી સારા માર્ક્સ લાવી મેડિકલ ઓફિસરની તૈયારીમાં જોતરાયા. મેડીકલમાં પણ ટોપ કરી હવે તેઓ BAMS થઈ ડો. લીના પાટીલ બની ગયા. ભિલોડામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી શરૂ કરી.

જ્યાં સાબરકાંઠાના તે સમયના કલેકટર અનુભવ સર ઇન્સ્પેકશનમાં આવતા તેઓને કલાસ 1 કે કલાસ 2 ઓફિસર બનવાનો સંકલ્પ કર્યો. ગાંધીનગર શિપામાં પ્રવેશ મેળવી UPSC ની તૈયારીઓ શરૂ કરી.

ત્યારે તેઓના લગ્ન થઈ ગયા અને દીકરો પણ હતો. પુત્રના પાલન, પરિવારની જવાબદારી સાથે તેઓ પેહલા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સમાં પાસ થઈ ગયા. જોકે ઇન્ટરવ્યુ બરાબર ન જતા ફેઈલ ગયા.

હવે બીજા એટેમ્પની તૈયારીઓના આગળના દિવસે જ રિઝલ્ટ આવતા પ્રિલીમરીમાં ફેઈલ ગયા. હવે તેમની પાસે બે પ્રયત્નો જ બાકી હતા ત્યારે શિપાના જોઈન્ટ ડિરેકટર ગુરૂ પ્રકાશ પટેલે ડો. લીના પાટીલને કહ્યું, બેટા સિંહ જ્યારે છલાંગ લગાવવાનો હોય ત્યારે બે સ્ટેપ પાછળ ખસે છે.

તારા પણ બે પ્રયત્ન નિષ્ફળ ગયા છે હવે તારે લાંબી છલાંગ લગાવવાની છે. UPSC ના ત્રીજા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પાસ કરી ઓલ ઇન્ડિયા 7મો રેન્ક મેળવ્યો. ડો. લીના પાટીલનું સિલેક્શન થઈ ગયું. જોકે અહીં પણ તેમની ડેસ્ટની તેમને IAS ની જગ્યાએ IPS માં લઇ આવી.

વર્ષ 2010 ની બેચના IPS ઓફિસર ડો. લીના પાટીલ પોલીસ સર્વિસમાં જોડાઈ ગયા. આજે પણ તેઓ માને છે કે, પોલીસની જોબ અનેક નેગેટિવિટી ભરેલી છે. પોલીસ પાસે પ્રજા તો શું પણ ખુદ પોલીસ પણ જવાનું વિચારતી નથી.

પણ તેઓને આ ફિલ્ડમાં રોજે રોજ કોઈને મદદ કરવાનો, સહારો બનવાનો ગર્વ અને સંતોષ છે. તેઓ મકમતાથી કહે છે, લેડી કે જેન્ટ્સ ઓફિસર જેવું કંઈ હોતું નથી. ઓફિસર માત્ર ઓફિસર હોય છે.

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન વુમનસ ફોરમ અને ઇનર વ્હિલ કલબ દ્વારા વુમન્સ ડે સ્પીકર મીટનું આયોજન કરાયું હતું.

કોલેજ રોડ સ્થિત BDMA હોલ ખાતે, જેમાં ચીફ ગેસ્ટ તરીકે ભરૂચ જિલ્લા પોલીસ વડા IPS ડો. લીના પાટીલે ઉપસ્થિત રહી પોતાની અત્યાર સુધીની સફળ સફરને વર્ણવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!