Home BOLLYWOOD ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી એશિયન અભિનેત્રી કેટરિના કૈફ…

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી એશિયન અભિનેત્રી કેટરિના કૈફ…

0
  • 2022માં આલિયા અને પ્રિયંકા પણ પાછળ…

ગૂગલ દ્વારા હાલમાં જ ટોપ 10 સૌથી વધુ સર્ચ કરાયેલા એશિયનોની યાદી બહાર પાડવામા છે. આ સાથે કેટરિના કૈફ વર્ષ 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી એશિયન અભિનેત્રી બની ગઈ છે. એક્ટિંગ વર્લ્ડની વાત કરીએ તો આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાને પાછળ છોડીને કેટરિના કૈફ આ લિસ્ટમાં ટોપ પર છે. ટોપ 10ની યાદીમાં કેટરિના સાતમા, આલિયા આઠમા અને પ્રિયંકા નવમા સ્થાને છે.

કેટરીનાએ 10 ડિસેમ્બર, 2021ના રોજ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. લગ્ન પછી લોકોએ આ કપલની લવ લાઈફ વિશે ઘણી શોધ કરી. હાલમાં જ કેટરીનાની પ્રેગ્નન્સીની અફવા ઉડી હતી, જે બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ સર્ચ કરવામાં આવી હતી.

યાદીમાં પ્રથમ નંબર દક્ષિણ કોરિયન બેન્ડ BTS ફાઈવનો છે. આ બેન્ડના ચાહકો માત્ર કોરિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. બીજા નંબરે જંગકૂક છે, જે પોતે BTS બેન્ડના ગ્રુપ મેમ્બર છે. ત્રીજા નંબરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે, જે ટોપ 3માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. ચોથા નંબરે જિમિન, પાંચમા નંબરે દિવંગત ગાયિકા લતા મંગેશકર અને છઠ્ઠા નંબર પર દક્ષિણ કોરિયાની ગાયિકા લિસા છે. આ પછી લિસ્ટમાં આગળનો નંબર બોલિવૂડ દિવા કેટરીનાનો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version