ગુજરત વિધાન સભાની ચુંટણી જંગમાં જ્યારે આપ પાર્ટી એ પોતાના મૂખ્ય મંત્રીનો ચહેરો જાહેર કરી દીધો છે. ત્યાં ભાજપ દ્વારા પણ આડકતરી રીતે મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે ગુજરાતના આગામી મુખ્ય મંત્રી ભૂપે્દ્ર પટેલ જ હશે. અત્રે નોંધવુ રહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. ભાજપ ઉમેદવાર પસંદગી સમિતી દ્વારા દરેક બેઠક પર ચારથી છ નામોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહ અંતિમ મહોર મારશે એમ જાણવા મળેલ છે.
ગૂજરાતનાં મુખ્ય મંત્રી ભૂપે્દ્ર પટેલ જ હશે. ગૃહ મંત્રી અમીત શાહ ની મહત્વની જાહેરાત…
RELATED ARTICLES