Home Ankleshwar Ankleshwar ગૃહમંત્રીના હોમટાઉન સુરતમાં ગાંજાનો મોટો જથ્થો ઠલવાઇ તે પેહલા ભરૂચ પોલીસે નશાના...

ગૃહમંત્રીના હોમટાઉન સુરતમાં ગાંજાનો મોટો જથ્થો ઠલવાઇ તે પેહલા ભરૂચ પોલીસે નશાના કારોબારને અટકાવ્યો

0

વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ ઉપર મંગળવારે રાતે 11 વાગ્યાના અરસામાં એસ.ઓ.જી.પી.આઈ. કે.ડી. મંડોરા, જીઆઇડીસી પી.આઈ.રઘુ કરમટીયા સહીત સ્ટાફ વોચમાં હતો.તે દરમિયાન ચાર પરપ્રાંતિયો હાથમાં ટ્રાવેલ બેગ લઈ નજરે પડ્યા હતા. જેઓને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. ચાર ટ્રાવેલ બેગ ખોલાતા તેમાં ખાખી સેલોટપથી વિટાળેલા 38 પેકેટ મળી આવ્યા હતા.જેને ખોલતા અંદરથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલ.ને બોલાવી તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા.

ઓરિસ્સાના 4 આરોપીઓ 4 ટ્રાવેલ્સ બેગમાં 38 પેકેટ, 76 કિલો 300 ગ્રામ ગાંજા સાથે પકડાયા

76 કિલો 300 ગ્રામ ગાંજાના વિપુલ જથ્થા કિંમત રૂપિયા 7.63 લાખને જપ્ત કરી લેવાયો હતો.પોતાના આર્થિકલાભ માટે ઓરિસ્સાના ખોરદા જિલ્લાના બાનપુર તાલુકાના 4 આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ શાહુ, મનોજચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગદાધર પ્રધાનની 3 મોબાઈલ સાથે કુલ રૂપિયા 7.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version