Published by : Rana Kajal
સુરતમાં ભાજપના ધારાસભ્યોને અભિનંદન પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતા અમિત શાહે ગુજરાતની જીતને ઐતિહાસિક ગણાવી.
ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે. આ શબ્દો સાથે ગૃહપ્રધાન અમિત શાહ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર વરસ્યા. સુરતમાં ભાજપના ધારાસભ્યોને અભિનંદન પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતા અમિત શાહે ગુજરાતની જીતને ઐતિહાસિક ગણાવી. તેમણે કહ્યું કે, ગુજરાતની જીત દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરનારી છે.
આ જીત આગામી ચૂંટણીઓ અને 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સકારાત્મક ઊર્જા ભરનારી જીત છે. તેમણે નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં નવી પાર્ટીઓ આવી. મોટા-મોટા વાયદા કર્યા. અનેક ગેરંટીઓ પણ આપી. તેમ છતાં જ્યારે પરિણામો આવ્યા ત્યારે બધાના સૂપડા સાફ થઈ ગયા. તેમણે કહ્યું કે જીતનો આ રેકોર્ડ ભવિષ્યમાં તોડવો મુશ્કેલ છે.