Home News Update My Gujarat ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરત જેલમાંથી ગાંજો ચરસ સહિતનો જથ્થો મળ્યો…

ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરત જેલમાંથી ગાંજો ચરસ સહિતનો જથ્થો મળ્યો…

0

Published by : Rana Kajal

સુરતના લાજપોર જેલમાંથી ગાંજો ચરસ સહિતના પદાર્થો મળી આવ્યા હતા.તે ઉપરાંત 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

ગૃહ વિભાગ દ્વારા આદેશ અનુસાર રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે પહેલા ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્યની તમામ જેલોમાં ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી ત્રિનેત્ર પ્રોજેક્ટથી તમામ જેલોની કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા.

સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં પણ પોલીસનો કાફલો ઉતર્યો હતો. ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ ખાતે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા બાદ લાજપોર જેલમાંથી પોલીસને ઓસીકા માંથી ગાંજો ચરસ તમ્બાકુ, પાન મસાલા, માવા જેવા માદક સહિતના પદાર્થો મળી આવ્યા હતા.તે ઉપરાંત 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.આ દરોડામાં 100 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.પરંતુ વધુ ફોર્સની જરૂર પડતાં વધુ 200 પોલીસ બોલવામાં આવી હતી.પોલીસ પણ તમામ પ્રકારના સેફટી સાથે અંદર ગઈ હતી.આ દરોડામાં સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસ ઓ જી, ડોગ સ્કવોડ, સાઇબર સેલ સહિતની બ્રાન્ચ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version