Published By : Parul Patel
મણિપુરમાં હિંસા ફાટી નીકળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજી પણ નિયંત્રણમાં નથી ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંગેના તમામ પ્રચાર કાર્યક્રમો રદ કર્યાં છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ દિલ્હીથી જ મણિપુરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ વિડિયો કોન્ફરન્સ દ્વારા મીટીંગોનુ આયોજન કરી રહ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અંગે મુખ્ય મંત્રી સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ મોડી રાત્રીના સમયે ઉચ્ચ અધિકારીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. મણિપુર રાજ્યમાં ફાટી નિકળેલ હિંસાના પગલે 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. સાથે જ રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. હાલમાં સેના અને અર્ધ લશ્કરી દળોને મણિપુરમાં તૈનાત કરી દેવાયા છે. અત્રે નોંધવું રહ્યું કે મણિપુરમાં બે સમાજ વચ્ચેના ગેરસમજના કારણે આ પરિસ્થિતી સર્જાઈ છે. આ ગેરસમજ દુર કરવા માટેના પ્રયાસો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરાઇ રહ્યાં છે.