Published by : Rana Kajal
સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોય તેવા બનાવો બની રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી લોકોને ખાત્રી આપી હતી…ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા.ત્યારે તેઓ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળ અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરના દૂષણથી મારા રાજ્યનો એક પણ નાગરિક હેરાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મંત્રીએ વધુમા એમ પણ જણાવ્યુ કે કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/3_1671873088.webp)
વ્યાજખોરીના દૂષણ અંગે નિવેદન આપતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જે કોઈ વ્યાજખોરીનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર નહીં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વ્યાજખોરીનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક પણ વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી જીવ ગુમાવવાની વાત તો દૂર, જરાય હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં. વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા કડક કાર્યવાહી કરવા સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે. એમ પણ મંત્રીએ જણાવ્યું હતું.