Published By: Aarti Machhi
હાલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાવ ઘટાડાનો શ્રેય લેવા માટે રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. સત્તાપક્ષ ભાજપે તેને રક્ષાબંધનની ભેટ ગણાવી છે તો વિપક્ષે બેઠકો કરી હોવાથી સરકારે ભાવ ઘટાડ્યાનું જણાવી રહ્યા છે. OBC અનામતની જાહેરાત કરવા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા, સાથે બીજા મંત્રીઓ અને OBC કેટેગરીમાંથી આવતા નેતાઓ હતા, પણ એ નેતાઓ કંઈ જ ના બોલતાં રાજકીય પક્ષોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. તો ગેસ-સિલિન્ડરના ભાવ ઘટાડાનો શ્રેય લેવા મામલે પણ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ રમી રહ્યા હોય એમ લાગી રહ્યુ છે.