- રાહુલ ગાંધી બોલ્યા- એક વ્યક્તિ એક પદ નિયમ લાગુ થશે,
- ગેહલોતે કહ્યું- CM એવો હોવો જોઈએ જે સરકાર બનાવી શકે
રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સહમત ન થતાં હવે ગહલોત કતારમાં છે. જો કે જો ગહલોટ અધ્યક્ષ બનશે તો તેઓએ મુખ્યમંત્રી પદ છોડી દેવું પડશે. કારણ કે રાહુલ ગાંધીએ સંકેત આપ્યા હતા કે એક વ્યક્તિ એક પદ નિયમ લાગુ રહેશે
કેરળમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવાના સવાલ અંગે કહ્યું હતું કે હું મારા સ્ટેન્ડ પર અડગ છું. રાહુલ પહેલાં પણ બિન-ગાંધીને પ્રમુખ બનાવવાની વાત કરી ચૂક્યા છે. અમે ઉદયપુરમાં એક વ્યક્તિ-એક પદ પર જે નિર્ણય લીધો છે એ ચાલુ રહેશે. રાહુલ ગાંધીના નિવેદનથી એ પણ સ્પષ્ટ છે કે ગેહલોત અધ્યક્ષ બનશે તો તેમણે સીએમ પદ છોડવું પડશે.
ગેહલોતે એક નેશનલ ટીવી ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન પદ છોડવાના સંકેત આપ્યા છે. ગેહલોતે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી સહમત ન થાય તો ફોર્મ ભરવું પડશે. મારા વિશે લાગણી છે, જેથી તેમને માન આપીને હું ફોર્મ ભરીશ.’ પાયલોટને સીએમ બનાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે જે સ્થિતિ રાજસ્થાનની અંદર છે એનો હાઇકમાન્ડ સ્ટડી કરશે અને ધારાસભ્યોની લાગણીને પણ ધ્યાનમાં રખાશે. એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરીએ, કારણ કે કૉંગ્રેસની પાસે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન જ છે. અમારા માટે આ ખૂબ જ નાજુક નિર્ણય છે અને સમજી વિચારીને લેવો પડશે.