Published by : Rana Kajal
વર્ષ 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમા આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. જે અંગે કેટલાક દોષિતોએ કરેલ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે…આ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિંમ્હા અને જેબી પારડીવાલાની બેંચ સુનાવણી કરશે. અત્રે નોંધવું રહ્યું કે વર્ષ 2002ગોધરા કાંડ અંગે દોષિતોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. પરંતું કેટલાક દોષિતો એ સજાને પડકારતી અરજી કરવામાં આવી હતી. તો કેટલાક દોષિતોએ કૌટુંબિક માંદગી તેમજ અન્ય કારણોસર જામીન અરજી પણ મુકેલ છે જે અંગે પણ આજે સુપ્રીમ કોર્ટમા સુનાવણી હાથ ધરવામાં આવશે.આ ઉપરાત સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલીસિટર જનરલ તુષાર મહેતાની દલીલો અંગે પણ કાયૅવાહી કરશે..