Home International ગોલ્ડન ટીક માટે યુઝર્સે ચૂકવવી પડશે આટલી કિંમત… એલોન મસ્ક Twitter માટે...

ગોલ્ડન ટીક માટે યુઝર્સે ચૂકવવી પડશે આટલી કિંમત… એલોન મસ્ક Twitter માટે લાવી  રહ્યો છે નવો પ્લાન

0

Published by : Rana Kajal

એલોન મસ્કની માલિકી ધરાવતી ટ્વિટરે થોડા દિવસો પહેલા તેની વેરિફિકેશન ટિક સિસ્ટમમાં ફેરફાર કર્યા હતા. અગાઉ, કંપની તેના યુઝર્સને માત્ર બ્લુ ટીક જ આપતી હતી. પરંતુ હવે કંપની યુઝર્સને તેમની ઓળખના આધારે અલગ-અલગ રેન્કની ટિક આપે છે. આમાં ગોલ્ડન, ગ્રે અને બ્લુ રેન્કની ટિકનો સમાવેશ થાય છે. વ્યક્તિઓ માટે કંપનીએ ‘Twitter Blue’ સર્વિસ શરૂ કરી છે, જે અંતર્ગત એન્ડ્રોઇડ યુઝરે દર મહિને 8 ડોલર અને આઇફોન યુઝર્સે બ્લુ ટિક માટે દર મહિને 11 ડોલર ચૂકવવા પડે છે. ટ્વિટર હવે બિઝનેસ સંસ્થાઓ માટે આવી જ એક સેવા શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેનું નામ ‘Twitter Gold’ હશે. 

હવે ટ્વિટર પર ગોલ્ડ કલરની ટિક મેળવવા માટે દર મહિને 1,000 ડોલર (લગભગ 82,000 રૂપિયા) ખર્ચવા પડશે. સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મૈટ નવારાએ  ટ્વીટ કરીને ટ્વિટરના આ પ્લાન વિશે માહિતી આપી છે. ઓફર મુજબ જો કોઈ સંસ્થાની ઘણી બીજી સહયોગી સંસ્થા છે, તો તે 1,000નું મંથલી સબસ્ક્રિપ્શન લીધા બાદ સહયોગી કંપની માટે માત્ર 50 ડોલર પ્રતિ મહિનાના સબ્સ્ક્રિપ્શન પર ગોલ્ડ ટિક મેળવી શકે છે. મેટ અનુસાર, જે કંપનીઓ દર મહિને 1,000 ડોલરનું માસિક સબસ્ક્રિપ્શન નહીં લે તો, તેના ટ્વિટર એકાઉન્ટમાંથી ગોલ્ડ ટિક દૂર કરવામાં આવશે. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version