ભરૂચમાં નર્મદા નદીનું પાણીનું લેવલ વધવાથી સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજને પુનઃ વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરાયો..લોકો સેલ્ફી અને વિડિઓ બનાવતા અકસ્માત સર્જાવાની સ્થતિની ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય….

ભરૂચ ખાતે પુરનું સંકટ તોળાઈ રહ્યું છે દરમિયાન ભરૂચ અને અંકલેશ્વરને જોડાતા ગોલ્ડન બ્રિજને હાલ લોકોની આવન જાવન માટે બંધ કરવામાં આવ્યો છે.. નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ આમેય ગોલ્ડન બ્રિજ ઉપર વાહનોની આવન જાવન ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પુરની સ્થિતિ દરમીયાન પઆ બ્રિજ ઉપર લોકો પગપાળા તેમજ નાના વાહન મારફતે આવી સેલ્ફી તેમજ સપાટી જોવા ઉપયોગ કરતા હોય છે. ત્યારે હાલ સંભવિત પુરની સ્થિતિને લઈને આ બ્રિજમાંથી વાહનો તેમજ લોકોની આવન જાવન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.