Home News Update Nation Update ગૌતમ અદાણી બનશે વિશ્વના બીજા સૌથી ધનિકવ્યક્તિ…

ગૌતમ અદાણી બનશે વિશ્વના બીજા સૌથી ધનિકવ્યક્તિ…

0

Publised by : Anu Shukla

  • મસ્કની નેટવર્થમાં 200 અબજ ડોલરનો ઘટાડો

વિશ્વના ત્રીજા નંબરના અમીર ગૌતમ અદાણી થોડા અઠવાડિયામાં નંબર-2ના સ્થાને પહોંચી શકે છે. હાલમાં, લક્ઝરી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની સંપત્તિ એક વર્ષમાં 57.5% વધીને 10 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મસ્ક-અદાણીની સંપત્તિ વચ્ચે રૂ. 1.34 લાખ કરોડનું અંતર

આ જ સમયગાળામાં મસ્કની સંપત્તિ 49.3% ઘટીને 11.34 લાખ કરોડ રૂપિયા થઈ છે. એટલે કે હવે મસ્ક અને અદાણીની સંપત્તિમાં માત્ર 1.34 લાખ કરોડ રૂપિયાનો જ તફાવત છે. અહેવાલો અનુસાર, જો મસ્ક અને અદાણીની સંપત્તિમાં ઘટાડાની વર્તમાન ગતિ ચાલુ રહેશે, તો અદાણીને મસ્કને પાછળ છોડવામાં વધુ સમય લાગશે નહીં.

2022માં મસ્કની સંપત્તિમાં 11 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે

બ્લૂમબર્ગ દ્વારા એશિયાના સૌથી મોટા ડીલમેકરનું બિરુદ મેળવનાર ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં એકમાત્ર એવા વ્યક્તિ છે, જેમની સંપત્તિમાં છેલ્લા વર્ષમાં વધારો થયો છે. બીજી તરફ 2022માં ઈલોન મસ્કની સંપત્તિમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ $162 બિલિયન (રૂ. 13.4 લાખ કરોડ)ની સંપત્તિ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં ટોચ પર છે.

મસ્કે ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના શેર વેચ્યા

ઑક્ટોબર 2021 માં, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું. ત્યારબાદ મસ્કે તેની કિંમત ચૂકવવા માટે ઇલેક્ટ્રોનિક કાર કંપની ટેસ્લાના શેર વેચ્યા. ત્યારથી આ કંપની તેમની સૌથી મોટી સંપત્તિ નથી.

મસ્કે એક વર્ષમાં ટેસ્લાના 40 બિલિયન ડોલરના શેર વેચ્યા

મસ્ક છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્લાના શેરનું સતત વેચાણ કરે છે. ડિસેમ્બર મહિનામાં, મસ્કે માત્ર 3 દિવસમાં ટેસ્લાના લગભગ 22 મિલિયન (2.2 કરોડ) શેર વેચ્યા, જેની કિંમત લગભગ 3.6 બિલિયન ડોલર એટલે કે 29.81 હજાર કરોડ રૂપિયા છે. મસ્કએ એક વર્ષમાં અત્યાર સુધીમાં 40 બિલિયન ડોલર(આશરે રૂ. 3.3 લાખ કરોડ) મૂલ્યના ટેસ્લાના શેર વેચ્યા છે. એક વર્ષમાં, મસ્કે ટેસ્લાના 94,202,321 શેર પ્રતિ શેર 243.46 ડોલરની સરેરાશે વેચ્યા છે. આ જ કારણ છે કે મસ્કની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version