Published By:-Bhavika Sasiya
ગ્રીનલેન્ડ પણ એક જોવા જેવો દેશ છે. ક્યારેક ડેનમાર્કનો ભાગ રહેલો ગ્રીનલેન્ડ આમ તો પોતાની રીતે ચાલે છે પરંતુ તેનું નિયંત્રણ ડેનમાર્ક પાસે છે.ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકામાં સ્થિત હોવા છત્તા યુરોપનો ભાગ મનાય છે. ગ્રીનલેન્ડ ક્ષેત્રફળમાં વિશ્વનો 12મો સૌથી મોટો દેશ છે અને તે વિશ્વનો સૌથી મોટો ટાપુ પણ છે.ગ્રીનલેન્ડ બ્રિટન કરતાં લગભગ 10 ગણો મોટો છે. આ દેશનો મોટો વિસ્તારથી બરફથી ઢંકાયેલો છે.બરફની ચાદરની જાડાઈ 3 કિમી સુધી પહોંચી જાય છે. આ દેશમાં ઉનાળામાં તાપમાન ક્યારેક +20 ડિગ્રી સુધી પણ પહોંચે છે પરંતુ શિયાળામાં તાપમાન -50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ગ્રીનલેન્ડમાં સ્થિત છે અને તેનો વિસ્તાર 1 મિલિયન ચોરસ કિલોમીટર આસપાસ છે.ગ્રીનલેન્ડમાં યુનેસ્કોની 3 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પણ આવેલી છે. જાણીને નવાઈ લાગશે કે ગ્રીનલેન્ડ જવા માટે કોઈ સીધી ફ્લાઈટ નથી.

ગ્રીન લેન્ડ જવા માટે ડેનમાર્ક અને આઈસલેન્ડ થઈને કનેક્ટિંગ ફ્લાઈટથી જવુ પડે છે. ગ્રીનલેન્ડમાં કોઈ રોડ નથી. અહીં લોકો હેલિકોપ્ટર, બોટ, પ્લેન અથવા ડોગ સ્લેજ દ્વારા ટ્રાવેલ કરે છે. અહીં કોઈ રેલ નેટવર્કનું અસ્તિત્વ નથી.ગ્રીનલેન્ડ વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. અહીં તમે ગમે ત્યારે જઈ શકો છો. ઓગસ્ટ મહિનામાં અહીંની સુંદરતા વધુ જોવા મળે છે. બરફથી ઢંકાયેલ ગ્રીનલેન્ડ તડકામાં સુંદર લાગે છે.