Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતની પ્રગતિ...

ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતની પ્રગતિ…

Published By:- Bhavika Sasiya

  • ભારત દુનિયાનું સૌથી સસ્તું ગ્રીન હાઇડ્રોજન બનાવશે
  • આવતી કાલનાં ઇંધણ તરીકે ઓળખાતા ગ્રીન હાઇડ્રોજનનુ સૌથી સસ્તું ઉત્પાદન ભારત કરશે અને મોટા પાયે નિકાસ પણ કરશે.

ભારત ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં વિશ્વનું સૌથી સસ્તું ગ્રીન હાઇડ્રોજન ભારત બનાવશે અને તેની ભરપૂર નિકાસ પણ કરવામાં આવશે. જેમાં સિંગાપોરને ભારત દર વર્ષે 1.10 કરોડ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન આપશે. વધુ વિગતે જોતા  ગ્રીન હાઇડ્રોજનએ આવતી કાલનું ઇંધણ છે. સૌથી ઝડપી એવી ભારતીય અર્થવ્યવસ્થામાં ગ્રીન હાઇડ્રોજન નવો વેગ આપવાનું છે. જાન્યુઆરી 2023માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગ્રીન હાઇડ્રોજન મિશનને આપવામાં આવેલી મંજૂરી બાદ હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારત વિશ્વમાં સૌથી સસ્તું ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. સરકારે સસ્તા દરે ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે જમીન આપવાની પણ તૈયારી કરી છે. આ જાહેરાત પાવર અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય આરકે સિંહે ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કરી હતી.તેમણે કહ્યું કે ભારત સૌર, પવન અને અન્ય પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ચીન પછી સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરનાર દેશ બનવા જઈ રહ્યું છે અને અહીં સૌથી સસ્તા દરે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ભારત બિન-પરંપરાગત સ્ત્રોતોમાંથી વીજળી પૂરી પાડવા સક્ષમ છે, જે ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે સૌથી વધુ જરૂરી છે. એમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

આ સાથે ગ્રીન હાઇડ્રોજનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.  મહારાષ્ટ્ર મંગળવારે તેની ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાની ગ્રીન હાઇડ્રોજન પોલિસી પણ ટૂંક સમયમાં આવવાની છે. તામિલનાડુમાં વિઓ ચિદમ્બરનાર પોર્ટ અને ગુજરાતમાં દીનદયાળ બંદર-કંડલાને હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવશે. શિપિંગ મંત્રાલયે આ બે બંદરોને હાઇડ્રોજન સંચાલિત ‘ગ્રીન ટગ’ બોટ ખરીદવા માટે કહ્યું છે, જેનો ઉપયોગ મોટા જહાજોને બર્થમાં લાવવા માટે કરવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. કોચીન શિપયાર્ડ ગ્રીન ટગ વિકસાવવાના અદ્યતન તબક્કામાં છે જે હાઇડ્રોજન પર ચાલે છે, એમ પણ મંત્રીએ  જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!