ગ્વાલિયરના ઍક વિસ્તારમાં પતિ સામે સાસુએ પુત્રવધુ અને માત્ર બે માસના પોત્રને પેટ્રોલ નાખીને સળગાવી દીધા હતા હાલ બન્નેની હાલત ગંભીર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જયારે પતિ અને સાસુને પોલિસ શોધી રહી છે. ગ્વાલિયરના ઉપનગર ખુરારના સત્યનારાયણ સંતર વિસ્તારમાં આ ધટના બની હતી. કરિશ્માએ વાસુ શિવહરેની સાથે લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ માટે કરિશ્મા અને વાસુ શિવહરેનીના ઘરવાળા રાજી ન હોવાના કારણે તેઓ મકાન ભાડે રાખી રહેતા હતા. તેવામાં 2 મહિના અગાઉ કરિશ્માએ પુત્રને જન્મ આપ્યો હતો. પરતું હાલમા વાસુ શિવહરેની ઘર ખર્ચ આપતો ન હતો. જેથી કરિશ્મા બે માસના પુત્રનુ યોગ્ય ભરણ પોષણ કરી શકતી ન હતી તેથી કરિશ્મા સાસુ પાસે નાણાં માંગવા પૂત્ર સાથે ગઇ હતી ત્યારે પતિની સામે સાસુએ પુત્રવધૂ અને તેના બે મહિનાના પુત્રને પેટ્રોલ છાંટી સળગાવ્યા હતા. ગત ગુરુવારે બનેલ ધટના બાદ કરિશ્મા અને તેના પુત્ર મને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. તપાસ કરનાર પોલીસ અમલદારના જણાવ્યા અનુસાર કરિશ્માના પતિ અને સાસુને પોલિસ શોધી રહી છે.
ગ્વાલિયરમાં પતિની સામે સાસુએ પુત્રવધૂ અને પોત્ર ને પેટ્રોલ છાંટી સળગાવ્યા…
RELATED ARTICLES