Published by : Vanshika Gor
મોંઘવારીનો માર દિન દોગનીને રાત ચોગની જેમ વધતો જાય છે આવામાં આમ જનતા પીસાય છે ગરીબ અને મધ્યમવર્ગની આવક વધે કે ન વધે, પણ મોંઘવારી વધવાનું નક્કી છે. ચીજવસ્તુઓના ભાવ માટે વધારો શબ્દ નિયમ બની ગયો છે. ભાવમાં ઘટાડો દુર્લભ છે. ઉનાળાની શરૂઆત થતા ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા અને અનાજ ભરતી હોય છે, ત્યારે હાલ ઘઉંના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીઓએ આ વખતે ઘઉંની એકસામટી ખરીદી પર ફરજિયાતપણે કાપ મૂકવો પડે તેમ છે. કેમ કે ઘઉંના ભાવમાં વધારો થયો છે. ઘઉંમાં આ ભાવ વધારાનું કારણ માવઠુ અને યુક્રેન રશિયાના યુદ્ધની અસર હોવાનું જણાવાય છે.
હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. ગુજરાતની ગૃહિણીઓ ઘઉં ખરીદવા વેપારીઓ પાસે ભાવતાલ કરાવી રહી છે. પરંતુ તેમને આ વર્ષે વધુ રૂપિયા ચૂકવવા પડશે. યુક્રેન રશિયાના યુદ્ધની અસર તથા કમોસમી વરસાદને કારણે આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો થયો છે. આ વખતે ઘઉંની ઊંચી કિંમત ચૂકવવી પડશે. ઘઉંના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે.
દાઉદખાના 10 કિલો ઘઉંની કિંમત – 670 રૂપિયાની આસપાસ
સિહોર શબરતી 10 કિલો ઘઉંની કિંમત – 355 રૂપિયાથી 599 રૂપિયા
મધ્યપ્રદેશના સિહોરી શરબતી ઘઉં – 369 થી 549 રૂપિયા
રેગ્યુલર એમપી લોકવાન ઘઉં – 945 રૂપિયાથી 1159 રૂપિયા