Published By: Parul Patel
જાણો ઘરમાં કઈ તસવીર રાખવી શુભ અને કઈ અશુભ..?
ઘરની દીવાલો પર તસ્વીર ન હોય તો સુનું સુનું લાગે, પરંતું સાથે જ એ પણ જાણવુ જરૂરી છે કે કઈ તસવીરોનું ઘરમાં હોવું શુભ મનાય છે અને કંઈ તસ્વીર નુ ઘરમા હોવું અશુભ મનાય છે.
વિવિઘ તસ્વીરોની અસર જોતા દાંપત્યજીવનની સમસ્યાઓથી મુક્તિ અર્થે
⦁ લગ્નજીવનમાં ખુશીઓ લાવવા માટે બેડરૂમમાં નૃત્ય કરતા મોરની તસવીર કે ચિત્ર લગાવો. કહે છે કે તેનાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/03/Peacock.jpg)
⦁ પતિ-પત્નીના સંબંધોમાં નીરસતા હોય તો બેડરૂમમાં શંખ, વાંસળી અથવા તો પછી હસતા બાળકોની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેનાથી આપના જીવનની નીરસતા દૂર થાય છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-05-at-2.24.29-PM-947x1024.jpeg)
⦁ સંતાન સુખથી વંચિત દંપતિએ તેમના બેડરૂમમાં લડ્ડુ ગોપાલની તસવીર કે ચિત્ર લગાવવું જોઇએ.
⦁ પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ અને ખટરાગ રહેતો હોય તો બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેમજ પૂર્વ દિશામાં જળ ભરેલો કળશ રાખવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી લગ્નજીવનમાં મધુરતા આવશે.
બાળકોના અભ્યાસમાં એકાગ્રતા અર્થે
⦁ જો બાળક અભ્યાસમાં એકાગ્રતા ન લાવી શકતું હોય તો બાળકની અભ્યાસ માટે બેસવાની જગ્યા પર, તેની સામે રહે તે રીતે દેવી સરસ્વતીની તસવીર લગાવવી. આ તસવીરમાં દેવીએ સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોવા જોઈએ. તેમજ તેમના હાથમાં વીણા હોય તો તે ઉત્તમ રહેશે.
⦁ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મોર, વીણા, પુસ્તક, કલમ, હંસ કે માછલીનું ચિત્ર લગાવવાથી પણ બાળકનું ચિત્ત અભ્યાસમાં એકાગ્ર બને છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/Fish-1024x683.jpg)
કઈ તસવીરો ભૂલથી પણ ન લગાવવી
⦁ ઘરમાં લગાવવામાં આવેલી કેટલીક તસવીરો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. એટલે આવી તસવીરો ભૂલથી પણ તમારા ઘરમાં ન લગાવવી જોઈએ.
⦁ ઘરમાં ક્યારેય તાજમહેલની તસવીર કે ચિત્ર ન રાખવું જોઈએ. કારણ કે, વાસ્તવમાં તે એક સમાધિસ્થાન છે, કહે છે કે આવી તસવીરનું ઘરમાં હોવું એ લગ્નજીવનમાં તિરાડનું કારણ બની શકે છે !
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/Taj-mahal-1024x640.jpg)
⦁ ઘરમાં તાંડવ કરતા શિવ કે નટરાજની મૂર્તિ પણ ન રાખવી જોઇએ. કારણ કે, તે વિનાશ અને ક્રોધનું પ્રતિક છે.
⦁ હિંસક પશુઓની તસવીર કે ચિત્રો પણ ઘરમાં ન રાખવા જોઇએ. તેનાથી આત્મવિશ્વાસ અને સંયમમાં ઘટાડો થાય છે. તેમજ પરિવારમાં કલેશની સ્થિતિ સર્જાય છે. ઘરના સુખ-શાંતિનો નાશ થઈ જાય છે.
⦁ ઘરમાં મહાભારતની તસવીર કે ચિત્ર પણ ન લગાવવા જોઈએ.
⦁ ટાઇટેનિક કે પછી કોઈ ડૂબતા જહાજની તસવીર કે ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ. આવા ચિત્રો દુર્ભાગ્યના સૂચક છે. જે વ્યક્તિના મનોબળને ઘટાડી દે છે તેમજ મતભેદો વધારે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/Titanic-1024x556.jpg)
નોંધ: અહી ઍક બાબત નોંધવી જરૂરી છે કે દરેક તસ્વીરની શું અસર થઈ શકે છે. તે અંગે દરેકના વિચારો અલગ અલગ હોય શકે છે. કોઇ ચોક્કસ નિયમ નથી.