Home News Update Crime ઘોર કળિયુગમાં બનતા ઘૃણાસ્પદ બનાવો… જામનગરમાં નશામાં ધુત પુત્રએ સગી માતા પર...

ઘોર કળિયુગમાં બનતા ઘૃણાસ્પદ બનાવો… જામનગરમાં નશામાં ધુત પુત્રએ સગી માતા પર આચર્યું દુષ્કર્મ…

0

Published By : Parul Patel

એમ કહેવાય છે કે ઘોર કળિયુગ બાદ દુનિયાનો અંત આવશે…પણ કયારે..? જનેતા સાથે આવુ કૃત્ય…. આરોપીની સજા માત્ર અને માત્ર ફાંસીજ હોય શકે…

ઘોર કળિયુગના કાળા દિવસો શરૂ થઈ ગયા હોય તેમ મનુષ્ય, માનવ મટી દાનવ કરતા પણ હિન મનોવૃતિ ધરાવતા થઈ ગયા છે. જે જનેતાની પણ આમાન્યા રાખતા નથી તેવા માનવીને આ ધરા પર જીવવાનો કોઇ હકક નથી ઘોર કળિયુગની યાદ અપાવતો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે, તેમજ સમાજમાં કુપુત્ર સામે ફિટકારની લાગણી ફેલાઇ ગઇ છે.

જામનગર શહેરના એક વિસ્તારમાં રાત્રીના સમયે નશામાં ધૂત બનીને તેમજ માનવમાથી દાનવ બનેલા
નરાધમ કુપુત્રએ નિંદ્રાધીન સગી જનેતા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા જ પુત્ર ઉપર ચોતરફથી ફીટકાર વરસી રહ્યો છે. માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

જામનગરના સ્લમ વિસ્તારમાં રાત્રીના સાડા બારેક વાગ્યે નશાની હાલતમાં આવેલા સગા પુત્રએ નિંદ્રાધીન આધેડવયના માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. માતા પોલીસ સ્ટેશનમાં પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. જ્યાં માતાની વાત સાંભળીને પીએસઆઈ એચ.પી.ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢે રે ગુનો નોંધ્યો હતો.

પીએસઆઈ બી.બી.કોડીયાતરે સગી માતા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પુત્રની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. અને આરોપી પુત્રને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી કુપુત્ર સામે અગાઉ મારામારી તેમજ દારૂ અંગેનાં દસેક જેટલા ગુનાઓ પણ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version