- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં શહીદ ભગત સિંહનું નામ આપ્યું
- ભગત સિંહની જયંતી પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા મહત્વપૂર્ણ નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય, આઝાદીના અમૃત મહોત્સવ, પ્લાસ્ટિક નો યુઝ સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી. આ સાથે જ તેઓએ શહીદ ભગત સિંહને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાને આ કાર્યક્રમમાં ચંદીગઢ એરપોર્ટનું નામકરણ કર્યું હતું. ચંદીગઢ એરપોર્ટ હવેથી શહીદ ભગત સિંહના નામથી ઓળખાશે.
વડાપ્રધાને મન કી બાતમાં જણાવ્યું હતું કે, આજથી એટલે કે ૨૫મી સપ્ટેમ્બરથી 3 દિવસ બાદ 28મી સપ્ટેમ્બરના રોજ આઝાદીના અમૃત મહોત્સવના વિષેશ દિવસે શહિદ ભગત સિંહની જયંતી ઉજવવામાં આવશે. ભગત સિંહની જયંતી પહેલા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ” આપણા તહેવારો સાથે દેશનો નવો સંકલ્પ પણ જોડાયેલો છે. આ ઠરાવ ‘વોકલ ફોર લોકલ’નો છે. 2જી ઓક્ટોબરે બાપુની જન્મજયંતિ નિમિત્તે આપણે આ અભિયાનને વધુ સઘન બનાવવાનો સંકલ્પ લેવાનો છે. ખાદી, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટે આ તમામ ઉત્પાદનો સાથે સ્થાનિક માલ ખરીદવો જ જોઇએ”
તેઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પણ યાદ કરી જણાવ્યું હતું કે, દીનદયાળ એમ કહેતા કે દેશની પ્રગતિનું પ્રમાણ છેવાડાનો માનવી હોય છે. આઝાદી બાદ દેશમાં જે હીનભાવના હતી તેમાંથી આઝાદી અપાવીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આપણી બૌદ્ધિક ચેતનાને જાગૃત કરી છે. પોલીથીન બેગની જગ્યાએ સ્થાનિક સ્તર પર બનેલ નો-પ્લાસ્ટિક બેગનો ઉપયોગ અંગે પણ વડાપ્રધાને ચર્ચા કરી હતી.