Published By : Parul Patel
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સિદ્ધિથી ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ સંતમંડળ સહિત દેશ વિદેશમાં અવિરત સત્સંગ વિચરણ કરે છે. પ્રસ્થાન થયેલા ચંદ્રયાન – ૩નું સફળતા પૂર્વક ઉતરાણ થાય તદર્થે ટેનેશી – અમેરિકામાં પ્રાર્થના કરતા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીજી મહારાજ તથા સંતો હરિભક્તોએ સાથે મળીને કરી હતી. આ મિશન શોધ અને સંશોધનના નવા યુગની શરૂઆત કરે અને તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે તેવી શુભેચ્છા સહ હ્રદયપૂર્વક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. યોગાનુયોગ અમેરિકામાં સનસાઈન સ્ટેટ – ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી આદિ પૂજનીય સંતો પધાર્યા હતા.