Published By : Parul Patel
ચંદ્રયાન-3 દ્વારા ભારત બુધવારે ઇતિહાસ રચવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે…
હાલ પીએમ 22 થી 24 ઓગસ્ટ સુધી આયોજિત થનારા 15માં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં છે, ત્યારે ચંદ્રયાન-3નું લેન્ડિંગ બુધવાર સાંજે 6 વાગીને 4 મિનિટ પર ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ વિસ્તારને ટચ કરવાની આશા છે. આ અભિયાન સફળ થવા પર ભારત-દુનિયાનો આ સિદ્ધિ મેળવનાર પહેલો દેશ બની જશે.
ભારતીય અવકાશ એજન્સીએ દેશના મહત્ત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3 દ્વારા 70 કિલોમીટરના અંતરથી લેવામાં આવેલી ચંદ્રની તસવીર શેર કરી છે. આ તસવીર ઐતિહાસિક ટચડાઉન દરમિયાન લેન્ડરનું માર્ગદર્શન કરનારા કેમેરાથી લેવામાં આવી હતી. ISRO એ જણાવ્યું, આ તસવીર શનિવારે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લગભગ 70 કિમીની ઉંચાઇથી લેવામાં આવી છે. ISRO એ કહ્યું, કેમેરા લેન્ડર મોડ્યુલને ઓનબોર્ડ ચંદ્ર સંદર્ભ નકશા સાથે મેચ કરીને તેની સ્થિતિ નક્કી કરવામાં મદદ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડિંગ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ બુધવારે સાંજે 5:20 વાગ્યે શરૂ થશે. ચંદ્રયાન-3ની લેન્ડિંગ પછી ચંદ્ર પર એક રોવર તૈનાત કરવા અને ચંદ્રના દક્ષિણ ધ્રુવનું અધ્યયન કરવાની યોજના છે. વિક્રમ લેન્ડર જેની અંદર એક રોવર છે, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.