Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratચકલીઓની ઘર વાપસી માટે અનોખો યજ્ઞ…

ચકલીઓની ઘર વાપસી માટે અનોખો યજ્ઞ…

Published by : Vanshika Gor

  • ચકલીઓના માળાઓ બનાવવા માટેની સ્પર્ધા યોજાઈ…સમગ્ર દેશમાંથી 580 એન્ટ્રી આવી

લ્યો એક ચકલી સૂકી ડાળીમાં પુરે જાણ, એનો કલબલાટ બને ફળ- ફૂલ- પણ. એક કવિની આ રચના જાણે  આજની શહેરમાં રહેતી પેઢી માટે તો કાવ્યસંગ્રહના પાને જ ગઈ છે. કારણ કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનતા ગયા અને આપણા ઘરના આંગણામાં રોજ સવારે કલબલાટ કરતી ચકલીઓ ગાયબ થવા લાગી. હાલમાં લુપ્ત થઇ રહેલ ચકલીઓને બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેઓના અસ્તિત્વ માટે, તેઓ માળો બનાવી શકે તે માટે પણ અનેક પ્રયાસો થઇ રહ્યા છે  સ્ટાર ઇન્ડિયા  સંસ્થા દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચકલીના માળા બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશભરમાંથી 580 જેટલી એન્ટ્રી આવી હતી. અને તેને પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.

વડોદરા ખાતે જ્યુરીએ આ માળાઓનું નિરીક્ષણ કર્યું હતું અને  તેમાંથી બેસ્ટ 3 માળાઓને ઇનામો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અલગ અલગ 4 વાય મર્યાદા મુજબ કેટેગરી રાખવામાં આવી હતી. આ અંગે કાર્યક્રમમના ક્યુરેટર પૂજા  પટેલે જણાવ્યું હતું કે 3 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

અને તેમાંથી અલગ અલગ શહેરોમાંથી પ્રતિસાદ આવે છે. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચકલીઓ કે જે લુપ્ત થઇ રહી છે તે હંમેશા દરેક વ્યક્તિ સાથે ઘરોબો રાખે છે ત્યારે તેઓ પોતાનું ઘર બનાવી શકે માળો બનાવી તેમાં તેઓના બચ્ચાંઓનો ઉછેર કરી શકે તે હેતુથી આ અલગ અલગ બર્ડ હાઉસ બનાવવામાં આવ્યા છે. અને આ આકર્ષક ઘરમાં તે આવી અને વસવાટ કરે તો વડોદરાની ધો. 8 માં અભ્યાસ કરતી યુતિકા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મેં તેઓ માટે ખાસ કોલોની બનાવી છે જેમાં તે આરામથી જઈ શકે અને બહાર બેસી પણ શકે તેવી વ્યવસ્થા કરી છે. હાલમાં ચક્લીઓનું અસ્તિત્વ જોખમાયું છે ત્યારે આ પ્રકારના આયોજનો આવકરદાયક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!