- 20 વર્ષમાં શહેરી વસતી 11% વધી….જ્યારે ગ્રામ્ય વસતી 3 ટકા જ વધી…
ચલો ગાવકી ઓર… ની થતી વાતો વચ્ચે હવે વાસ્તવીક હકીકત એ સામે આવી રહી છે. કે ગુજરાત રાજયમાં શહેરી વિસ્તારોમા રહેતા લોકોની સંખ્યામા ઍકધારો વધારો થઈ રહ્યો છે. આ અંગે વિગતે જોતા વર્ષ 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6% હતું, જે વધીને વર્ષ 2022માં 48.4% થયું છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે. વર્ષ 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6 ટકા હતું જે વધીને 2022 જુલાઇ સુધીમાં 48.4 ટકા પહોંચી ગયું છે. 2001માં શહેરી વસતીનું પ્રમાણ 37.4 ટકા હતું. એટલે કે છેલ્લાં 20 વર્ષમાં શહેરી વસતીના પ્રમાણમાં 11 ટકાનો વધારો થયો છે.હાલમાં પ્રકાશિત થયેલા રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021-22ની રિપોર્ટમાં આ અંગે વિગતો બહાર આવી છે. વર્ષ 2011માં રાજ્યમાં શહેરી વસતીની સંખ્યા 2.57 કરોડ હતી જે વધીને 2022માં 3.43 કરોડ થઇ છે જેને કારણે ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યની કુલ વસતીના 29 ટકા વસતી અમદાવાદ, સુરત અને વડોદરા મળી ત્રણ જિલ્લાઓમાં છે. કુલ વસતીના 50 ટકા વસતી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, ભાવનગર અને જૂનાગઢ મળી કુલ 7 જિલ્લાઓમાં છે. અમદાવાદમાં રાજ્યની સૌથી વધારે વસતી છે. બીજા નંબરે સુરત છે તો ડાંગ જિલ્લો સૌથી ઓછી વસતી ધરાવે છે. રાજ્યનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિલોમીટર છે.