Published by : Vanshika Gor
જો તમારે સારા નેતા કે સારા લીડર બનવું હોય તો આ વાતોનું ચોક્કસ રાખજો ધ્યાન, જાણો શું કહે છે ચાણક્ય નીતિ…
दातृत्वं प्रियवक्तृत्वं धीरत्वमुचितज्ञता।
अभ्यासेन न लभ्यन्ते चत्वारः सहजा गुणाः।
ઉપર જણાવેલ ચાણક્ય નીતિના શ્લોકનો અર્થ થાય છે , ‘ ઉદાર બનવું, સુખદ બોલવું, ધીરજ ધરવી અને જે સાચું છે તે જાણવું. ચાર સહજ ગુણ વ્યવહારથી પ્રાપ્ત થતા નથી.’આચાર્ય ચાણક્યએ કુશળ નેતા બનવા માટે ઘણા ગુણો વિશે જણાવ્યું હતું, જેના કારણે ચંદ્રગુપ્ત મૌર્ય એક મહાન સમ્રાટ બન્યા. તેમણે તેમની ચાણક્ય નીતિમાં આ બાબતોને સ્થાન આપ્યું. ચાલો જાણીએ, કાર્યક્ષમ લીડર બનવા માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
હંમેશા ધીરજ રાખો : તમારું કોઈપણ બી કાર્ય સંપૂર્ણ આયોજન સાથે પૂર્ણ થાય તે માટે ધીરજ રાખવી જરૂરી છે.દરેકને તમારી યોજનાઓ જણાવશો નહીં : ધ્યાનમાં રાખો કે તમારા વિરોધીઓને તમારી યોજનાઓ વિશે જાણ ન થાય. તેથી તમારી ટીમ સિવાય અન્ય કોઈની સાથે પણ યોજના શેર કરશો નહીં.કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સાવચેત રહો : એક સારો નેતા તે છે જે હંમેશા સાવચેતી રાખે છે અને તેની યોજના પૂર્ણ થાય તે પહેલા વિજયની ઉજવણી ન કરે.
તમારા સાથીઓની સલાહ લો : એક કાર્યક્ષમ નેતા તેની યોજના શરૂ કરતા પહેલા તેના જૂથના લોકો અથવા તેના સાથીદારો પાસેથી સૂચનો લે છે. આચાર્ય ચાણક્ય અનુસાર, આમ કરવાથી કામમાં સર્જનાત્મકતા આવે છે અને સફળતાની નવી તકો મળે છે…