- કોંગ્રેસ નેતા પવન ખેરા દ્વારા આપ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, બે રાજ્યોના મુખ્યમંત્રી રુપિયા લઈને આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પળે-પળે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ મોટા રાજકીય નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે ગંભીર આરોપોનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે. હવે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેરાનો આપ પર આરોપ મૂકવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે, બે રાજ્યોના મુખ્યમંત્રી રુપિયા લઈને આવ્યા હતા. ચાર્ટડ પ્લેનથી કરોડો રુપિયાની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, કરોડો રુપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ જરુરી છે. પંજાબ CM પ્લેનમાં રુપિયા લઈને આવ્યા હતા.