Home Mumbai ચા પીવાની કિંમત ચૂકવવી પડી…

ચા પીવાની કિંમત ચૂકવવી પડી…

0

Published By:- Bhavika Sasiya

  • મુંબઈની ફૂટપાથ પર ચા પીતાં અબુ સાલેમના ભત્રીજાની ધરપકડ કરાઈ…
  • ક્યારેક ચા પીવાની આદતની પણ કિંમત ચૂકવવી પડે છે. જેમકે મુબઈમાં ફૂટપાથ પર ચા પી રહેલા અબુ સાલેમ ના ભત્રીજાની ધરપકડ ઉત્તર પ્રદેશની પોલીસે કરી હતી…

આ અંગે વિગતે જોતા મુંબઈના બાંદ્રા હિલ રોડ નજીક ઍક ચાની લારી પર કુખ્યાત ગુંડા અબુ સાલેમના ભત્રીજા મોહમ્મદ આરીફ ચા પી રહ્યો હતો. ત્યાંથી ઉત્તર પ્રદેશની પોલીસે તેને દબોચી લીધો હતો. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં મોહમ્મદ આરીફ સામે જમીન પચાવી પાડવા, છેતરપીંડી, અને ખંડણી અંગેનો ગુનો નોંધાયો હતો પરંતું આરોપી નાસતો ફરતો હતો. તેવામાં ઉત્તર પ્રદેશની પોલિસને મોહમ્મદ આરીફ મુંબઇમાં હોવાની માહીતી મળતા ઉત્તર પ્રદેશની પોલીસે મુબઈમાં ધામા નાખ્યા હતા. અને ચાની લારી પરથી આરોપીને ઝડપી પાડયો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version