Published By:-Bhavika Sasiya
હાલના સમયમાં ખુબ ઝડપથી હાઈ બીપી એટલેકે ઉંચા લોહીના દબાણની બીમારી ફેલાઈ રહી છે.આ બીમારીને છુપી બીમારી તરીકે પણ ઓળખાય છે. પરંતું હાઈ બીપી થી પીડાતા લોકોને લકવા નો હુમલો કે હાર્ટનો હુમલો થઈ શકે છે જે જીવલેણ પણ સાબીત થઈ શકે છે.
ભરૂચ જિલ્લામાં પણ હાઈ બીપી ના દર્દીઓ ખુબ સંખ્યામા જણાઈ રહ્યા છે. તેવામાં વડોદરાની સયાજી હોસ્પિટલના કમ્યુનિટી મેડીસીન વિભાગના સિનિયર ડૉ. દેયા ઘોષ ચેટરજીના જણાવ્યાં મુજબ તેમનાં દ્વારા ઓપીડીમાં આવતા 400 જેટલા દર્દીઓનો અભ્યાસ કરવામા આવ્યો હતો.આ અભ્યાસમાં એવા ચિંતાજનક તારણ આવ્યાં હતાં કે 400 દર્દીઓ પૈકી 21 ટકા દર્દીઓએ ક્યારેય બીપી ચેક કરાવ્યું ન હતું જ્યારે 21ટકા જેટલા દર્દીઓએ ડોકટરે લખેલ દવા માત્ર કેટલાક દિવસ સુધી લીધા પછી બંધ કરી દિધી હતી. તેમજ મોટા ભાગના દર્દીઓને બીપી મોટી બીમારી કે મોતનું કારણ બની શકે છે તેવી ખબર ન હતી. ડો સંગીતા પટેલે જણાવ્યુ કે મોટા ભાગે હાઈ બીપી નુ કારણ હોય છે. માનસિક તણાવ, કસરતનો અભાવ અને નિયંત્રણ વગરનો ખોરાક આ કારણોસર હાઈ બીપી થઈ શકે છે.