Published by: Rana kajal
જામનગરમાં માત્ર 6થી 7માસ ધરાવતા બાળકોને ઓરી જેવી બીમારી જણાતા તબીબો ચોકી ઉઠયા હતા. અત્રે નોંધવું રહ્યું કે ઓરીની રસી બાળકોને નવમા મહીને આપવાની હોય છે. નાના બાળકોમાં ઓરીની બીમારી જણાતા હવે આ અંગે WHO અભ્યાસ કરી સારવાર અને અન્ય સુચનો આપશે…જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓરીના બાળદર્દીઓની સંખ્યા વધતા તબીબો ચોંકી ઉઠયા હતાં અને તાત્કાલીક યુધ્ધના ધોરણે આઇસોલેશન વોર્ડ ઉભો કરાયાે હતો સમાન્ય રીતે
ઓરીની રસી નવમાં મહિને આપવાની હોય, પણ. અત્યાર સુધી ન થતા હોય તેવા 6થી 7 માસના બાળકને પણ ઓરી થવા લાગી છે. જેના કારણે ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે અને આ મામલે બાળદર્દીઓના સેમ્પલ લઈ ડબલ્યુએચઓ તેનું જેનેટિકલ એનાલિસીસ કરવામાં લાગી ગયું છે. જેથી આનું કારણ જાણી શકાય. અને સારવારના ઉપાય શોધી શકાય. હાલ તો દરરોજના 15 જેટલા કેસ ફક્ત ઓરીના આવી રહ્યા છે. આમાં પણ એવા કેસ સામે આવ્યા છે જેમાં 6-7 માસના બાળકને પણ ઓરી થઈ છે. જેના કારણે ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.સામાન્ય રીતે 9 માસ સુધી ઓરી થવાની શક્યતા નહીંવત હોય છે પરંતુ આ નવા ઓરીના રોગથી ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે અને બાળકોના સેમ્પલ લઈ ડબલ્યુએચઓ દ્વારા તેનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી આ થવાનું કારણ જાણી શકાય. ડોક્ટરો પણ આવી ઘટનાને વિરલ ગણાવે છે..