Published by : Rana Kajal
ઈમારતોને દેવી દેવતાઓના ચહેરાનુ આપતું રૂપ…ચીન જેવા દેશમા પણ લોકોમા ધાર્મિક આસ્થા અને શ્રધ્ધાની ભાવના જણાઈ રહી છે. હાલમાંજ ચીનમા આકાર લેતી ઇમારતોને અલગ રીતે બનાવવામાં આવી રહી છે. ઇમારતોને દેવી અને દેવતાઓના ચહેરાનું રૂપ અપાઈ રહ્યુ છે…ચીનના વિવિઘ વિસ્તારોમા આકાર લેતી ઇમારતોને ધાર્મિક આસ્થા સાથે દેવી અને દેવતા સાથે સાંકળવા મા આવી રહી છે. જેમકે ચીનના હેબેઇ પ્રાંતમાં આવેલ ઍક હોટેલ ની ઇમારત પર ચીનના ત્રણ દેવી દેવતાનુ સ્વરૂપ જણાઈ રહ્યું છે આ ત્રણ દેવી દેવતાઓ માં શો, લુ, અને કુનીનો સમાવેશ થાય છે આ હોટેલની ઇમારત એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે અંદર પ્રવેશ કરનારાને એમ લાગે કે તે દેવી દેવતાઓને નમન કરી હોટલમાં પ્રવેશ કરી રહ્યા છે.