Home News Update Nation Update ચીનની બોર્ડરને અડીને આવેલું ભારતનું છેલ્લું ગામ માણા ભારત નો પહેલું ગામ...

ચીનની બોર્ડરને અડીને આવેલું ભારતનું છેલ્લું ગામ માણા ભારત નો પહેલું ગામ બન્યું…

0

Published by : Vanshika Gor

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી સરહદે આવેલું ગામ માણાના પ્રવેશદ્વાર પર દેશના છેલ્લા ગામની જગ્યાએ પ્રથમ ગામનું સાઈન બોર્ડ લગાવી દેવાયું છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે 21 ઓક્ટોબર 2022ના રોજ માણામાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ માણાને ભારતના છેલ્લા ગામની જગ્યાએ દેશનું પ્રથમ ગામ કહ્યું હતું.

તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશના સરહદી ક્ષેત્રો આજે વાસ્તવમાં વધારે જીવંત બની રહ્યા છે. તેના માટે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમની શરૂઆત કરાઇ છે. ધામીએ કહ્યું કે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સરહદી ગામડાઓનો વિકાસ કરવો, ગામના લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો, સહકારી સમિતિઓ અને બિન સરકારી સંગઠનોના માધ્યમથી એક ગામ એક ઉત્પાદની અવધારણા પર પર્યાવરણ સ્થાયી પર્યાવરણ કૃતિ વ્યવસાયોને વિકસિત કરવાનો છે.

સીએમ ધામીએ કહ્યું કે પીએમ મોદીએ 21મી સદીનો ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો ગણાવ્યો છે. તેમનું આ કથન અમને એક નવા ઉત્સાહ અને ઊર્જાથી ભરી દે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version