Published by : Rana Kajal
- પોઝિટિવ વ્યક્તિને ક્રેન મારફત આઇસોલેશન વોર્ડમાં લઈ જવાઈ…
ચીનમાં કોરોનાએ જોર પકડ્યું છે. ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કડક અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ખુબ હેરાન કરે તેવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કોરોના પોઝિટિવ વ્યક્તિને ક્રેન દ્વારા લઈ જવામાં આવી રહી છે.ચીનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે. તેમ છતાં આ વીડિયો કયા શહેરનો છે એ જાણી શકાયું નથી. ચીનના અધિકારીઓ ઈચ્છતા ન હતા કે કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે. ત્યાં સુધી કે તેઓ એવું ઈચ્છતા નથી કે દર્દીના શરીરનો એકપણ બેક્ટેરિયા જમીન પર રહે. સામાજિક ડિસ્ટન્સિંગના નામે PPE કિટ પહેરેલા કોઈ અધિકારી પણ દર્દી પાસે હાજર ન હતો કેટલાક દિવસો અગાઉ ચીનના આઇસોલેશન સેન્ટરની વાસ્તવિકતા દર્શાવતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક જેલના બેરેક જેવા રૂમ દેખાતા હતા. આ સફેદ રંગના બોક્સમાં નાની-નાની બારીઓ ખૂલે છે અને PPE કિટ પહેરેલી વ્યક્તિ તેમાંથી લોકોને ખાવાનું અને દવા આપે છે. જૉકે આટલી સખતાઈ પછી પણ ચીનમાં કોરોના વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને તે ફરીથી તેની ઝીરો કોરોના નીતિને કડક બનાવી રહ્યું છે. દેશમાં જાહેર સ્થળો, શોપિંગ મોલ, થિયેટર જેવા સ્થળોએ પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. 72 કલાક કરતા જૂનો રિપોર્ટ સ્વીકારવામાં આવશે નહીં…..