Published By : Patel Shital
આ મંદિર સેંકડો વર્ષોથી સમગ્ર વિશ્વ માટે એક રહસ્ય બનીને રહ્યું છે. ચીનના સાંઝીમાં હેંગ પર્વત પર આવેલું આ મંદિર લોકોને પોતાની તરફ આકર્ષે છે. આ મંદિરને હેંગિંગ મોનેસ્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મંદિર અંગે એવું માનવામાં આવે છે કે આ મંદિર 1500 વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતુ. આ મંદિરને અહીં પૂરથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની નજીક દાતોંગ નામનું નગર છે. આ મંદિર માત્ર સ્થાન નથી પરંતુ ત્રણ ચીની પરંપરાગત ધર્મ બુદ્ધનું પણ સ્થાન છે. તાઓ અને કન્ફ્યુશિયનિઝમના એકીકરણ માટે પણ જાણીતું છે. આ મંદિરની રચના ઓક ક્રોસબીમમાં ફીટ કરવામાં આવી છે. તેમજ આ મંદિર ચાઈનીઝ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા લોકો માટે એક મુખ્ય સ્થળ છે. આ મંદિર પાસે 40 અલગ અલગ હોલ છે. આ મંદિર સુધી પહોંચવા માટે પ્રવાસીઓને લાકડા અને લોખંડની સીડીઓનો સહારો લેવો પડે છે.