વારંવાર ચીન દ્વારા સરહદી વિસ્તારમાં કોઇને કોઇ હરકતો કરવામાં આવી રહી છે. ત્યારે ભારતે પણ હવે ચીન પર સતત દેખરેખ રાખવા માટે હોવિટ્ઝર તહેનાત કરી દીધા છે. ભારતે 1300 કિલોમીટર લાંબી ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર અરુણાચલ પ્રદેશમાં એમ 777 અલ્ટ્રા લાઇટ હોવિટ્ઝર તોપ તહેનાત કરી દીધી છે આ તોપ વજનમાં એટલી હલકી છે કે આ તોપને ચીનુક હેલિકોપ્ટર કે ટ્રક જેવા વાહનો દ્વારા ઍક સ્થળે થી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ભારત દ્વારા ચીનની સરહદ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ આ સરહદ પર કોઈપણ ઉપસ્થીત પરિસ્થિતીને પહોંચી વળવા ભારત ખુબ સક્ષમ હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.
ચીન પર નજર રાખવા ભારતે પૂર્વોત્તર સરહદે હોવિટ્ઝર તોપ તહેનાત કર્યાં…
RELATED ARTICLES