Published By : Patel Shital
- ઓક્સ ન્યુક્લિયર સબમરીન ડીલ થઈ…
- શું હવે US અને ચીન ખતરનાક સંઘર્ષની તદ્દન નજીક આવી રહ્યા છે…?
- અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન વચ્ચે પરમાણુ સબમરીન કરાર થયા…
- આ કરાર માત્ર 3 દેશો પુરતા મર્યાદિત ન રહેતા આ અત્યંત મહત્વના કરારની અસર સમગ્ર વિશ્વ પર થોડી કે વધુ પડશે…
તેથી જ 3 દેશો વચ્ચે થયેલ આ કરાર અંગે પહેલી પ્રતિક્રિયા ચીને આપી. ચીને આ અઠવાડિયે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન વચ્ચે થયેલા પરમાણુ સબમરીન કરાર પર આકરી પ્રતિક્રિયા આપી છે અને ચીને આ કરારને ખતરનાક પગલું ગણાવ્યું છે.
ગત સોમવારે સાન ડિએગોમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન આ ત્રણેય દેશોએ સત્તાવાર રીતે જાહેરાત કરી કે તેમની વચ્ચે AUCUS પરમાણુ સબમરીન કરાર થયો છે. આ કરાર અંતર્ગત નવી અને અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સબમરીનનો નવો કાફલો બનાવવામાં આવશે.
એમ પણ કહી શકાય કે આ એક પ્રકારનો સંરક્ષણ અને સુરક્ષા સહયોગ છે જેનો હેતુ એશિયા પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી વ્યૂહાત્મક શક્તિનો સામનો કરવાનો છે. જો કે 3 પશ્ચિમી દેશોની આ સમજૂતી અંગે ચીને કહ્યું છે કે “આ ખતરનાક માર્ગ પર આગળ વધવા જેવું છે”.
સાથે જ ચીન કહે છે કે “આ દેશો નવા શસ્ત્રો અને પરમાણુ હથિયારોની રેસ વધારી રહ્યા છે”